વડોદરાની યુનિવર્સિટીમાં ભાજપની આંતરિક લડાઈનો ખુલાસો
વડોદરાની યુનિવર્સિટીમાં ભાજપની આંતરિક લડાઈનો ખુલાસો
Published on: 18th September, 2026

એમ.એસ.યુનિવર્સિટીમાં શ્રીજીની આગમનયાત્રા દરમિયાન થયેલી વિદ્યાર્થીઓની મારામારી હવે ભાજપની આંતરિક લડાઈ બની ગઈ છે. ABVP ના વિરોધ બાદ AISA-VVS ના વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. ABVP એ આરોપ લગાવ્યો કે મારામારી કરનારા સાંસદના સમર્થકો હતા. બીજી તરફ, AISA-VVS એ જણાવ્યું કે ભાજપની આંતરિક લડાઈમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમના રાજકીય સંબંધોને કારણે સાંસદ સાથે ફોટો હોવા સ્વાભાવિક છે.