આજવા સરોવરની સપાટી 209.85 ફૂટે અટકતા આગામી ઉનાળામાં પાણીની ચિંતા વધી
આજવા સરોવરની સપાટી 209.85 ફૂટે અટકતા આગામી ઉનાળામાં પાણીની ચિંતા વધી
Published on: 18th September, 2026

ચોમાસા દરમિયાન પૂરતી આવક નહીં થતાં આજવા સરોવર તેની સામાન્ય સપાટી 214 ફૂટ સુધી પહોંચી શક્યું નથી. હાલ સપાટી 209.85 ફૂટ નોંધાઈ છે, જે આગામી ઉનાળામાં પાણી પુરવઠા માટે ચિંતાનો વિષય બન્યો છે. ગત ઉનાળામાં પાણીની ગંભીર અછત સર્જાતા વડોદરા મહાનગરપાલિકાને નર્મદા કેનાલમાંથી પાણી ખરીદવું પડ્યું હતું. હવે શિયાળાથી જ પાણીની કકળાટ સર્જાવાની ભીતિ છે. તંત્રએ આગોતરું આયોજન કરવાની જરૂર છે.