જામનગર નજીક મોટી ખાવડીમાં રૂ.6,500ના દારૂ સાથે એક ઝડપાયો
જામનગર નજીક મોટી ખાવડીમાં રૂ.6,500ના દારૂ સાથે એક ઝડપાયો
Published on: 18th September, 2026

જામનગરના મેઘપર-પડાણા પોલીસ મથકના મોટી ખાવડી ગામે જીયો પંપ પાસે રેઈડ દરમિયાન, ભારતીય બનાવટની વિદેશી દારૂની 11 બોટલ સાથે મહેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેર (ઉંમર 21, ગોકુલનગર, જામનગર) ઝડપાયો. દારૂની કુલ કિંમત રૂ.6,500 છે. પોલીસ તપાસમાં આ દારૂ મોટી ખાવડીના દીપકભાઈ છગનભાઈ ગોહેલ દ્વારા સપ્લાય કરાયો હોવાનો ઘટસ્ફોટ થતાં, બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહેન્દ્રસિંહની ધરપકડ કરાઈ છે, જ્યારે દીપકભાઈને ઝડપી લેવા કાર્યવાહી ચાલુ છે.