વલસાડમાં ભાજપ નેતાના લાભાર્થે બનતા બ્રિજ મુદ્દે કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે મેદાનમાં
વલસાડમાં ભાજપ નેતાના લાભાર્થે બનતા બ્રિજ મુદ્દે કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે મેદાનમાં
Published on: 18th August, 2026

વલસાડના વશીયર ખાતે નિર્માણાધીન બ્રિજ ભાજપ નેતાના સંબંધીના લાભાર્થે બનતો હોવાના આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. યુથ કોંગ્રેસ 6 દિવસથી ભૂખ હડતાળ પર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં જિલ્લા કોંગ્રેસ મેદાનમાં ઉતરી હતી. કોંગ્રેસે SIT રચના, દસ્તાવેજો જપ્ત કરવા અને જમીન સરકાર હસ્તક કરવા જેવી માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું.