મોંઘવારી, પેપર લીક: કાયદો-વ્યવસ્થા અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસનો પોસ્ટર સાથે વિરોધ
મોંઘવારી, પેપર લીક: કાયદો-વ્યવસ્થા અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસનો પોસ્ટર સાથે વિરોધ
Published on: 21st June, 2026

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અસહ્ય મોંઘવારી અને વારંવારના પેપર લીક કૌભાંડોના વિરોધમાં જન આક્રોશ ધરણાં યોજાયા. લાલ બંગલા સર્કલ ખાતે એકત્રિત થયેલા કાર્યકરોએ સરકાર વિરોધી પ્લેકાર્ડ અને પોસ્ટરો પ્રદર્શિત કર્યા. ખેડૂતોની દયનીય સ્થિતિ અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાના મુદ્દે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરાયો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન તેજ બનાવવાની ચીમકી.