પેરૂના ૨૦૫માં સ્વાતંત્ર્ય દિને કુતુબ-મીનાર પેરૂના રાષ્ટ્રધ્વજના રંગે ઝળહળી ઊઠ્યો
પેરૂના ૨૦૫માં સ્વાતંત્ર્ય દિને કુતુબ-મીનાર પેરૂના રાષ્ટ્રધ્વજના રંગે ઝળહળી ઊઠ્યો
Published on: 29th July, 2026

દક્ષિણ અમેરિકાના દેશ પેરૂના ૨૦૫મા સ્વાતંત્ર્ય દિને વિશ્વ વિરાસત સમાન કુતુબ મિનારને પેરૂના રાષ્ટ્રધ્વજના સફેદ અને લાલ રંગે ઝળહળાવી દેવાયો. આ પ્રસંગે પેરૂના દૂતાવાસના ચાર્જ-દ-અફેર્સ (ઉપ- રાજદૂત) એન્ટિક રાફેલ ડેસ્કાલ્ઝી મેન્ડેઝ મુખ્ય અતિથિ રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેની મૈત્રી ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો હતો. આ પગલું ચીનના દક્ષિણ પેસેફિકમાં વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને, દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રો સાથે સંબંધો ગાઢ કરવાની ભારતની વ્યૂહરચનાનો એક ભાગ પણ છે.