બોમ્બે હાઈકોર્ટનો મુંબઈ પોલીસ પર સવાલ: એક જ ધર્મના લોકો પર કેમ કાર્યવાહી?
બોમ્બે હાઈકોર્ટનો મુંબઈ પોલીસ પર સવાલ: એક જ ધર્મના લોકો પર કેમ કાર્યવાહી?
Published on: 29th July, 2026

બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસ દ્વારા Social Democratic Party of India (SDPI) ના બે અધિકારીઓને કરવામાં આવેલ તડીપારના આદેશને "ગેરકાયદેસર" અને "કઠોર" ગણાવી રદ કર્યો છે. સુનાવણી દરમિયાન, કોર્ટે પોલીસ પર કડક સવાલ ઉઠાવ્યા કે શું આ કાર્યવાહી માત્ર અરજદારો એક વિશેષ ધર્મ સાથે સંબંધ ધરાવે છે તે કારણે કરવામાં આવી? પ્રદર્શનમાં Congress, Shiv Sena (UBT), NCP જેવા અન્ય રાજકીય પક્ષો પણ હાજર હતા, છતાં માત્ર એક જ ધર્મના લોકો સામે કાર્યવાહી શા માટે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરવાનગી વિના આંદોલન કરવા માટે ચુનિંદા કાર્યવાહી ન કરી શકાય.