અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ.
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ.
Published on: 26th April, 2026

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જિલ્લાની 6 નગરપાલિકાઓ અને 11 તાલુકા પંચાયતો માટે 1,093 મતદાન મથકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 8,64,877 અને નગરપાલિકાઓ માટે 2,10,677 મતદારો નોંધાયા છે. 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી થશે. અનેક નેતાઓએ મતદાન કર્યું, જેમાં કૌશિક વેકરીયા, પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીનો સમાવેશ થાય છે.