અમરેલીની ખાંભા APMC ચૂંટણીમાં ભાજપનો દબદબો, પણ ટાઈ પડતાં તાલુકા પ્રમુખની હાર
અમરેલીની ખાંભા APMC ચૂંટણીમાં ભાજપનો દબદબો, પણ ટાઈ પડતાં તાલુકા પ્રમુખની હાર
Published on: 10th September, 2026

અમરેલી જિલ્લાની ખાંભા APMC ચૂંટણીમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. એક બેઠક પર પરિણામ ટાઈ થતાં ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટની હાર થઈ અને ભાજપના બળવાખોર નેતા સુરેશ નસીત વિજેતા જાહેર થયા. વેપારી વિભાગની 4 બેઠકો ભાજપને બિનહરીફ મળી હતી.