દારૂબંધી વચ્ચે મધ્યપ્રદેશથી પશુદાણની આડમાં રૂ.15.11 લાખનો દારૂ-બીયર લઈ આવતી ટ્રક ઝડપાઈ
દારૂબંધી વચ્ચે મધ્યપ્રદેશથી પશુદાણની આડમાં રૂ.15.11 લાખનો દારૂ-બીયર લઈ આવતી ટ્રક ઝડપાઈ
Published on: 10th September, 2026

ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો ઘુસાડવાનો વધુ એક પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. કપૂરાઈ પોલીસે સયાજીપુરા ફ્રુટ માર્કેટ પાસે પશુદાણની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવેલી મધ્યપ્રદેશ પાસિંગની આઇસર ટ્રક ઝડપી પાડી હતી. દારૂનો જથ્થો કટીંગ થાય તે પહેલાં જ પોલીસે ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે રૂ.15,11,885ની કિંમતનો દારૂ અને બિયર, બે મોબાઇલ ફોન, ટ્રક તથા પશુદાણ મળી કુલ રૂ.30,81,125નો મુદ્દામાલ કબજે કર્યો છે.