અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ
અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ
Published on: 10th September, 2026

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી ઘટ વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવારે અમરેલી, દેવભૂમિ દ્વારકા સહિતના અમુક સ્થળોએ ધીમીધારે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, ગીર સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં 80% ઘટ વચ્ચે ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે, જેનાથી ખેડૂતોમાં હરખ છવાયો છે.