ચાંદીની તેજીના ત્રણ કારણો: AI, ગ્રીન એનર્જી અને EV.
ચાંદીની તેજીના ત્રણ કારણો: AI, ગ્રીન એનર્જી અને EV.
Published on: 25th December, 2025

૨૦૨૫માં સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. ભારતમાં, જ્યાં મધ્યમ વર્ગની વસ્તી વધુ છે, ત્યાં ચાંદીના ભાવ ૧૦૦થી ૧૫૦ ટકા વધ્યા છે, જેનાથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચાંદી એક ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ પણ છે. દુનિયાભરના અનેક યંત્ર-તંત્ર, હાઈટેક ટંલોજી પ્રોડક્ટો, ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ચાંદીનો નોંધપાત્ર ઉપયોગ થાય છે. રિપોર્ટ અનુસાર ચાંદીની અડધાથી પણ વધુ માંગ ઔદ્યોગિક છે અને ૨૦૨૫માં ગ્રીન એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રો દ્વારા રેકોર્ડ વપરાશ આ વર્ષે જોવા મળ્યો છે.