મિયાં બેગ પેક કરીને આવી જાઓ: સિરાજની કિસ્મત, હર્ષિત-બુમરાહ બહાર અને સૂર્યાનો ફોન; વર્લ્ડ કપમાં DSP સિરાજની કહાની.
મિયાં બેગ પેક કરીને આવી જાઓ: સિરાજની કિસ્મત, હર્ષિત-બુમરાહ બહાર અને સૂર્યાનો ફોન; વર્લ્ડ કપમાં DSP સિરાજની કહાની.
Published on: 08th February, 2026

T-20 વર્લ્ડ કપમાં સિરાજ સ્ક્વોડનો ભાગ નહોતા, સ્પેન જવાની તૈયારીમાં હતા ત્યારે સૂર્યાએ ફોન કરીને વર્લ્ડ કપ રમવા આવવાનું કહ્યું. પહેલાં તો સિરાજે મજાક સમજી, પણ પછી સિલેક્શન કમિટીના મેમ્બરનો ફોન આવતા સ્પેનની ટિકિટ કેન્સલ કરાવી. હર્ષિતની ઈજા અને બુમરાહની ફિટનેસના લીધે સિરાજને તક મળી, અને તેમણે અમેરિકા સામે 3 વિકેટ લીધી. સિરાજ તેલંગાણા પોલીસમાં DSP છે.