ભારતમાં Gold ETF માં 98% નો ઉછાળો
ભારતમાં Gold ETF માં 98% નો ઉછાળો
Published on: 09th February, 2026

ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ ઘરેણાં ઉપરાંત રોકાણમાં પરિણમ્યો, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ જાન્યુઆરી 2026 માં ભારતીય Gold ETF માં રોકાણ 98% વધ્યું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પ્રમાણે, ભારતમાં આઠમા મહિને Gold ETF માં રોકાણ વધ્યું. જાન્યુઆરી મહિનામાં વૈશ્વિક ગોલ્ડ ETFની કુલ સંપત્તિ રેકોર્ડ 669 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે અગાઉના મહિનાની સરખામણીએ 20% નો વધારો સૂચવે છે. સોનાના ભાવમાં 14% ના વધારા છતાં રોકાણકારોએ ખરીદી ચાલુ રાખી હતી. ઉત્તર અમેરિકા અને એશિયા આ વૈશ્વિક માંગમાં મોખરે રહ્યા છે.