જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનો યુદ્ધના ધોરણે નિરાકરણ
જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનો યુદ્ધના ધોરણે નિરાકરણ
Published on: 28th July, 2026

જામનગર શહેરમાં અપના બજારથી રાધે ક્રિષ્ના મંદિર સુધી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાએ ભારે હાલાકી સર્જી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ ત્વરિત પગલાં લઈને સ્થળ મુલાકાત લીધી અને અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપી. બંને વિભાગો દ્વારા સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભરાતા ગંદા પાણીનો કાયમી નિકાલ અને ટેકનિકલ ખામીઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમની સક્રિય કામગીરીથી સ્થાનિકોમાં રાહત છે.