છોટાઉદેપુરમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માગ સાથે રેલી
છોટાઉદેપુરમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માગ સાથે રેલી
Published on: 28th July, 2026

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અને દેશભરમાં ગૌહત્યા પર પ્રતિબંધની માંગ સાથે છોટાઉદેપુરમાં ગૌસન્માન આવાહન અભિયાન હેઠળ વિશાળ રેલી યોજાઈ. શ્રી રણછોડરાય મંદિર ખાતે પૂજા-આરતી બાદ, ઢોલ-નગારા અને રામધુન સાથે ગૌભક્તોની રેલી જિલ્લા સેવા સદન પહોંચી. ત્યાં અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. આ આવેદનપત્ર સાથે સમગ્ર દેશમાંથી અંદાજિત 15 કરોડ અને છોટાઉદેપુર પંથકમાંથી 2.80 લાખથી વધુ ગૌભક્તોની ડિજિટલ સહીઓ ધરાવતી પેન ડ્રાઇવ પણ આપવામાં આવી. ગૌભક્તોએ ગૌમાતાના સન્માન અને સંરક્ષણ માટે અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.