નવસારીમાં રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદન, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ
નવસારીમાં રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદન, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ
Published on: 28th July, 2026

નવસારીમાં "ગૌ-સમ્માન આહવાન અભિયાન" હેઠળ સંત સમાજ અને નગરજનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. ગૌવંશની તસ્કરી અને વધને "બિનજામીનપાત્ર અપરાધ" જાહેર કરવા, ગૌમાતાને "રાષ્ટ્રમાતા" તરીકે માન્યતા આપવા અને કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની રચના કરી એકીકૃત કાયદાની માંગ કરાઈ. અગાઉ પણ આ પ્રકારનું આવેદન અપાયું હતું, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે ફરી રજૂઆત કરાઈ. લાખો ડિજિટલ હસ્તાક્ષરોનું સમર્થન પણ રજૂ કરાયું. જો કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો દિલ્હીમાં શાંતિપૂર્ણ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.