જો હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઇલ-લેપટોપ લોક કરી શકશે!
જો હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઇલ-લેપટોપ લોક કરી શકશે!
Published on: 07th August, 2026

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ EMI ડિફોલ્ટર માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે, 60 દિવસ કરતાં વધુ સમય સુધી EMI ભરવામાં વિલંબ થાય તો જ બેંકો કે ફાઈનાન્સ કંપનીઓ સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ જેવા ઉપકરણોને સંપૂર્ણપણે લોક કરી શકશે. આ નિયમો 1 જાન્યુઆરી 2027 થી લાગુ થશે. 30 દિવસ સુધી કોઈ લોકિંગ નહીં, 30-60 દિવસમાં ધીમે ધીમે પ્રતિબંધ અને 60 દિવસ પછી જ સંપૂર્ણ લોકિંગ. જોકે, ઇમરજન્સી સેવાઓ અને ગ્રાહકના પર્સનલ ડેટાની સુરક્ષા જાળવવામાં આવશે. ગ્રાહક દ્વારા રકમ ચૂકવ્યાના એક કલાકમાં ડિવાઈસ અનલોક કરવું ફરજિયાત છે.