અમેરિકાની સંસદમાં ટ્રમ્પને મોટો ઝટકો, ઈરાન યુદ્ધ રોકવા પ્રસ્તાવ પસાર
અમેરિકાની સંસદમાં ટ્રમ્પને મોટો ઝટકો, ઈરાન યુદ્ધ રોકવા પ્રસ્તાવ પસાર
Published on: 04th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદમાં મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' એ ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવવા અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સંસદની મંજૂરી વિના ઈરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય પગલાં લેવાની પ્રમુખની સત્તા પર અંકુશ લગાવવાનો છે.