તુર્કીના બદલાયા સૂર: બ્રહ્મોસનો ખૌફ?
તુર્કીના બદલાયા સૂર: બ્રહ્મોસનો ખૌફ?
Published on: 04th June, 2026

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતની મજબૂત વ્યૂહરચનાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપનાર તુર્કીના તેવર હવે નરમ પડ્યા છે. સિંગાપોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તુર્કીના વિદેશ મંત્રીએ ભારતને કહ્યું કે, "અમને ખોટા ન સમજો અને વેપાર-સહયોગ વધારવા માટે એક તક આપો." તેમણે વિનંતી કરી કે ભારત-તુર્કી સંબંધોને પાકિસ્તાનના ચશ્માથી ન જોવામાં આવે. તુર્કી ભૂતકાળના દગાને ભૂલીને નવા સંબંધો સ્થાપવા માંગે છે.