કુવૈતના એરપોર્ટ પર ઇરાનનો હુમલો એક ભારતીયનું મોત, ફ્લાઇટો રદ
કુવૈતના એરપોર્ટ પર ઇરાનનો હુમલો એક ભારતીયનું મોત, ફ્લાઇટો રદ
Published on: 04th June, 2026

યુદ્ધવિરામ અને શાંતિની મંત્રણા વચ્ચે અમેરિકા અને ઇરાન ફરીથી પાછા યુદ્ધના મેદાનમાં આવી ગયા છે. ઇરાને કુવૈતમાં અમેરિકાના બેઝ અને એરપોર્ટ પર કરેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું છે. આ સાથે અખાત યુદ્ધમાં લેવાદેવા વગરનો ભોગ બનેલા  ભારતીયોની સંખ્યા ૧૦ પર પહોંચી છે. કુવૈત ખાતેના ભારતીય રાજદૂતાવાસે આ બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.