હુથીઓ: જેમના એક હુમલાથી પલટાઈ જશે ઈરાન-અમેરિકા યુદ્ધ
હુથીઓ: જેમના એક હુમલાથી પલટાઈ જશે ઈરાન-અમેરિકા યુદ્ધ
Published on: 29th March, 2026

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા મહાયુદ્ધમાં હવે યમનના હુથી બળવાખોરોએ પણ ઝંપલાવ્યું છે. શનિવારે હુથીઓએ પ્રથમ વખત ઈઝરાયલ પર સીધો હુમલો કરવાની જાહેરાત કરી છે. હુથીને અંસાર અલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યમનનો એક સશસ્ત્ર રાજકીય સમૂહ છે. તેઓ મુખ્યત્વે ઝૈદી શિયા મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા છે. 2014-15 માં તેમણે રાજધાની સના પર કબજો કર્યો હતો. તેમને ઈરાનનું રાજકીય અને સૈન્ય સમર્થન પ્રાપ્ત છે, અને તેઓ ઈરાનના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સનેટવર્કનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.