નવસારી નેશનલ હાઇવે પર સ્કોર્પિયો-ટેમ્પો ટક્કર
નવસારી નેશનલ હાઇવે પર સ્કોર્પિયો-ટેમ્પો ટક્કર
Published on: 24th June, 2026

નવસારીના નેશનલ હાઇવે-48 પર વેસ્મા હાઈવે કટ પાસે રોંગ સાઈડ પરથી આવેલા ટેમ્પોએ અમદાવાદથી મુંબઈ તરફ જતી સ્કોર્પિયોને ધડાકાભેર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર 8 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક પલસાણા અને નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. જોકે, ઇજાગ્રસ્તોએ ફરિયાદ નોંધાવવાની ના પાડતા પોલીસે તમામને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલ્યા.