Himatnagar: હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
Himatnagar: હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
Published on: 24th June, 2026

હિંમતનગરઃ હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે તાજેતરમાં મહાકાળી મંદિરનો આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલ હવનમાં મોહનભાઈ વણકર, હિતેશભાઈ વણકરે ધર્મલાભ લીધો હતો. પાટોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે સમાજના બંકિમભાઈ વણકરે ભોજનના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સાથો સાથ વણકર સમાજની 80થી વધુ દિકરીઓને શશિભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પાટોત્સવને સફળ બનાવવા મહાકાળી યુવક મંડળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.