ગાંધીનગર નાંદોલ રોડ પર ગટરના પાણીનો ભય
ગાંધીનગર નાંદોલ રોડ પર ગટરના પાણીનો ભય
Published on: 24th June, 2026

ગાંધીનગર નાંદોલ પંચાયત હેઠળના દહેગામ રોડ પર અક્ષર ગ્રીન પંચમ હોમ અને ઠાકોરનાથ ફ્લેટ પાસે ગટર તથા શૌચાલયનું પાણી જાહેરમાં વહી રહ્યું છે. આ ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓ તથા હજારો રાહદારીઓ પરેશાન છે. ભેજ અને ગરમીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે. લોકોએ ગ્રામ પંચાયત પાસે તાત્કાલિક ઘટતું કરવા અને દવા છંટકાવની માંગ કરી છે.