પ્રાંતિજમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. શહેર સંગઠન મંત્રી કૈલાસબેન રાઠોડના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ ડૉ. મુખર્જીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશસેવા, દેશપ્રેમ અને અખંડ ભારતના તેમના સંકલ્પને યાદ કર્યો. આ પ્રસંગે મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૬માં ભારતમાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાર ગણું વધ્યું છે કારણ કે ઇક્વિટી પ્રવાહમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા ઓછો આઉટફ્લો રહ્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં ચોખ્ખું એફડીઆઈ ૧.૫૯ બિલિયન ડોલર હતું અને માર્ચ ૨૦૨૬માં ૯૧૭ મિલિયન ડોલર હતું.એપ્રિલમાં કુલ એફડીઆઈ પ્રવાહ વાર્ષિક ધોરણે ૬૫ ટકા વધીને ૧૫.૨૯ બિલિયન ડોલર થયો, જે એક વર્ષ અગાઉ ૯.
ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર
શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે ઉંચા બંધ રહેતાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો. શેરબજાર ગબડતાં રૂપિયામાં પણ પીછેહટ દેખાઈ હતી. જો કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં ઘરઆંગણે રૂપિયો તૂટયા પછી ફરી ઉંચકાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.
શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો
ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડથી કાયાપલટ: વેપારીઓ અને મજૂરો માટે અદ્યતન સુવિધાઓ
સુરેન્દ્રનગર જિલ્લાના મીઠા ઉદ્યોગના કેન્દ્ર એવા ખારાઘોડા રેલવે સ્ટેશનનું રૂ. 13.84 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં દરેક પ્લેટફોર્મ પર સીસીરોડ, લોડીંગ સાઈડ પર લાઈટના થાંભલા, મીઠાના વેપારીઓ માટે અધ્યતન રૂમ, અને મજૂરો માટે શેડની સુવિધાઓ સામેલ છે. આ સુવિધાઓ મીઠાના લોડીંગ અને નિકાસ પ્રક્રિયાને સરળ બનાવશે. દેશના મીઠા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મોટો છે, અને ખારાઘોડા તેનું મુખ્ય કેન્દ્ર છે. આ વિકાસથી સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડથી કાયાપલટ: વેપારીઓ અને મજૂરો માટે અદ્યતન સુવિધાઓ
છાપારો: જબુગામ વનવિભાગ નર્સરી પાસે દીપડાના બચ્ચાંનો વીડિયો વાઇરલ
બોડેલી તાલુકાના જબુગામ ખાતે વનવિભાગની નર્સરી વિસ્તારમાં એક સાથે ત્રણ દીપડાના બચ્ચાં જોવા મળ્યા હતા. એક યુવાને પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ પણ બચ્ચાંના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. એવી ચર્ચા છે કે બચ્ચાંઓની માતા દીપડી પણ આસપાસ જ શિકારની શોધમાં છુપાઈ હોઈ શકે છે, જેનાથી લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. વન વિભાગે દીપડી અને તેના બચ્ચાંને પકડવા માટે ખાસ પાંજરું મૂક્યું છે.
છાપારો: જબુગામ વનવિભાગ નર્સરી પાસે દીપડાના બચ્ચાંનો વીડિયો વાઇરલ
Patan: પાટણમાં ગાયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી
પાટણ : પાટણ શહેરમાં આવેલ હાઈવે વિસ્તારમાં પદમનાથ ચોકડી પાસે બાપા સીતારામ મઢુલી નજીક ગટરલાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન એક ગાય તેમાં ખાબકતાં તેની જાણ જાગૃત લોકોએ નગરપાલિકાના મહિલા નગરસેવક માનસીબેન ત્રિવેદીને કરતાં તેમણે બજરંગદળના સેવકો અને પાટણ નગરપાલિકાનો સહયોગ લઈને સ્થળ પર પહોંચી જેસીબી મશીનની મદદથી ગાયને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢી હરિઓમ ગૌશાળા ખાતે મોકલી આપી હતી.
Patan: પાટણમાં ગાયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી
Lunavada: ખાનપુરના મુડાવડે ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો
લુણાવાડા : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડે ગામે વાવો પ્રાથમિક શાળા તેમજ પી એન પંડયા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. શિક્ષણ કીટનું વિતરણ અને નાના ભૂલકાઓને ઉત્સાહ ભેર આવકાર્યા હતા, કુમકુમ તિલક કરી ભૂલકાઓનું મ્હોં મીઠું કરાવ્યું હતું. પોલીસ અધિક્ષકે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
Lunavada: ખાનપુરના મુડાવડે ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો
Idar: ઇડર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરે દાગીનાનું પર્સ પરત કર્યુ
હિંમતનગર, બડોલી : ઇડર સ્થિત મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતાં હસમુખ ખત્રીને તાજેતરમાં મામલતદાર કચેરીમાં કામ અર્થે આવ્યા હતા. ત્યારે પર્સ બાંકડા પર ભુલીને જતાં રહ્યા હતા. ત્યારબાદ સ્ટેમ્પ વેન્ડરને ખબર પડતાં તરત જ મધુબેનનો સંપર્ક કરી અંદાજે રૂપિયા 3 લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાનું પર્સ ખાતરી કરીને પરત આપ્યું હતું.
Idar: ઇડર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરે દાગીનાનું પર્સ પરત કર્યુ
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
લુણાવાડા સ્થિત શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો, શાળાના આચાર્ય, સંચાલક મંડળના પ્રમુખ અને વાલી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરી અને વિજ્ઞાન-ટેકનોલોજી પર વક્તવ્યો આપ્યા. આદર્શ વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભ વિજેતાઓ, ૧૦૦% હાજરી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
Lunavada: લુણાવાડાની એસ.કે હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
લુણાવાડા : લુણાવાડાની 148 વર્ષ જૂની ઐતિહાસિક શ્રી એસ કે હાઇસ્કુલ શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઈ હતી. શાળાના વિશાળ પ્રાંગણમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ અને વહીવટી સ્ટાફ્ મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાયા હતા. વહેલી સવારે સૌએ સાથે મળીને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. યોગ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ બાળકોએ સૂર્ય નમસ્કાર અને જીવનમાં ઉપયોગી એવા અન્ય યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે આચાર્ય ડી.વી પટેલે વિદ્યાર્થીઓને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.
Lunavada: લુણાવાડાની એસ.કે હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
Himatnagar: ખેડબ્રહ્મા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રવેશ અપાયો
ખેડબ્રહ્મા : શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રારંભ થયેલ છે. તે અંતર્ગત ખેડબ્રહ્માની પ્રતિષ્ઠિત સંસ્થા એવી ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ-1થી 5 તથા સ્મિતાબેન સુમનભાઈ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોને સંસ્થા ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ જોષી તથા કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય દ્વારા નાના ભૂલકાઓને મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Himatnagar: ખેડબ્રહ્મા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રવેશ અપાયો
Lunavada: લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
લુણાવાડા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના વર્લ્ડ -ક્લાસ કેમ્પસ તરીકે ઓળખાતી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ પટેલ, ડિરેક્ટર કાજોલબેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ પટેલ અને મનોજભાઈ કાલે તથા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ, આસનો તેમજ યોગ અને પ્રાણાયામ આધારિત નૃત્યો અને કરતબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મનુભાઈ પટેલે યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને નિયમિત યોગને જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.
Lunavada: લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
Himatnagar: હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
હિંમતનગરઃ હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે તાજેતરમાં મહાકાળી મંદિરનો આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલ હવનમાં મોહનભાઈ વણકર, હિતેશભાઈ વણકરે ધર્મલાભ લીધો હતો. પાટોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે સમાજના બંકિમભાઈ વણકરે ભોજનના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સાથો સાથ વણકર સમાજની 80થી વધુ દિકરીઓને શશિભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પાટોત્સવને સફળ બનાવવા મહાકાળી યુવક મંડળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Himatnagar: હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
ધ્રાંગધ્રા: મોટીમાલવણની પાણીની પાઇપ લાઇન કામમાં ગેરરીતિ, જિ.પં.સદસ્ય દ્વારા ગાંધીનગર રજૂઆત
ધ્રાંગધ્રાના મોટીમાલવણ ગામની સીમમાં પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇનનું કામ ટેન્ડર મુજબ સવા ત્રણ ફૂટના બદલે માત્ર દોઢેક ફૂટ જ ઉંડાણમાં નંખાતા મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. આના કારણે પાઇપલાઇન ટૂંક સમયમાં તૂટી જવાની અને ગ્રામજનોને પૂરતું પાણી ન મળવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે આ મામલે પાણી પુરવઠા મંત્રીને તપાસ માટે ગાંધીનગર રજૂઆત કરી છે.
ધ્રાંગધ્રા: મોટીમાલવણની પાણીની પાઇપ લાઇન કામમાં ગેરરીતિ, જિ.પં.સદસ્ય દ્વારા ગાંધીનગર રજૂઆત
Lunavada: ગોધર તાલુકાનાચૂથાના મુવાડા ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
લુણાવાડા : મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાનાં ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રવીણ વિદ્યાલય ખાતે આજે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે D.R.D.A.ના નિયામક ચંદ્રિકા બેન ભાભોરતથા C.R.C. પ્રવિણભાઈ, પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયા, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ધોરણ 9 તથા ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોએ પુસ્તક વિતરણ કર્યું હતું. ત્યાર બાદ વૃક્ષા રોપણ કરાયું હતું.
Lunavada: ગોધર તાલુકાનાચૂથાના મુવાડા ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ તાપમાન 40 ડિગ્રીને પાર
- હીટ ડોમની અસર : ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટાલીમાં ગરમીનો પારો 44 સે. સુધી જવાની ચેતવણી- અડધા ફ્રાન્સમાં રેડ એલર્ટ, મંગળવાર સૌથી ગરમ દિવસ, 1350 સ્કૂલો બંધ : નદીનું પાણી ગરમ થતાં પરમાણુ રિએક્ટર બંધ કરાયું- બ્રિટનમાં જુલાઈ 2022 પછી બીજી વખત રેડ એલર્ટ જાહેર કરાઈ, ગરમીનો ૧૯૭૬નો રેકોર્ડ તૂટવાની આશંકા- ફ્રાન્સમાં પાંચ દિવસમાં 40નો ભોગ લેવાયોપેરીસ/લંડન : પશ્ચિમ યુરોપમાં ગરમીની શરૂઆત પહેલાં જ તાપમાનનો પારો અસાધારણ રીતે વધી ગયો છે.
યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ તાપમાન 40 ડિગ્રીને પાર
એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે
- વિદેશી ફંડ લેતા એનજીઓ પર સકંજો કસતા કડક નિયમો જાહેર- વિદેશી ફંડનો ઉપયોગ ધર્માંતરણ માટે નહીં કરી શકાય એકથી પાંચ લાખના દંડની જોગવાઇના નિયમો લાગુ - કોઇ પુસ્તક કે લેખ પ્રકાશિત કરે છે તો તેની માહિતી ફંડના મૂળ ડોનરની વિગતો સરકારને આપવી પડશેનવી દિલ્હી : વિવિધ એનજીઓ સાથે સંકળાયેલ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન કાયદા હેઠળ થતા દંડની રકમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં હવેથી વિદેશી ફંડ મેળવનારા એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની પ્રક્રિયા પર સરકાર નજર રાખશે. સરકાર દ્વારા એક ગેઝેટ બહાર પાડીને નિયમોમાં ફેરફાર કર્યા છે.
એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે
સ્પેસએક્સમાં કડાકો બોલતા મસ્કે એક જ દિવસમાં 152 અબજ ડોલર ગુમાવ્યા
- શેરના ભાવમાં ઘટાડો છતાં મસ્ક હજી પણ ટ્રિલિયોનેર !- મસ્કની સંપત્તિ આજે પણ કેટલાય દેશોના જીડીપી કરતાં વધુ પાક. જેવા દેશને મસ્ક ધારે તો બે વખત ખરીદી શકે !નવી દિલ્હી : સ્પેસએક્સના આઇપીઓ અને તેના શેર જેણે ઇલોન મસ્કને વિશ્વના સૌપ્રથમ ટ્રિલિયોનેર બનાવ્યા હવે તેઓ સતત ઝાટકા પર ઝાટકા ખાઈ રહ્યા છે.
સ્પેસએક્સમાં કડાકો બોલતા મસ્કે એક જ દિવસમાં 152 અબજ ડોલર ગુમાવ્યા
ટ્રમ્પનો નવો દાવો : ઇરાન યુએસના કૃષિ ઉત્પાદનો ખરીદશે
- ઇરાન સાથેના શાંતિ કરારથી અમેરિકન ખેડૂતોને ફાયદો- પેન્ટાગોને ઇરાનના યુદ્ધના ખર્ચાને પહોંચી વળવા માટે સેનેટ પાસેથી 80 અબજ ડોલરની માંગ કરી- શાંતિ સ્થપાતા હોર્મુઝમાં એક રાતમાં 1.9 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ પસાર થયાનો અમેરિકન પ્રમુખનો દાવોવોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન સાથે શાંતિ મંત્રણાથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે ઇરાનના છૂટા કરવામાં આવેલા નાણાનો ઉપયોગ અમેરિકામાં ઉગેલી મકાઈ, સોયાબીન અને ઘઉં ખરીદવા કરવામાં આવશે.
ટ્રમ્પનો નવો દાવો : ઇરાન યુએસના કૃષિ ઉત્પાદનો ખરીદશે
દક્ષિણ ધ્રુવમાં આખો શિયાળો અંધારપટ છવાયેલો રહે છે..
પેપર લીકને સમાંતર, ટેલિગ્રામમાં પેપરનાં જ જુદાં કૌભાંડ
- yuf íkhV LkexLkwt ÃkuÃkh ¾hu¾h ÷ef ÚkÞwt, çkeS íkhV fki¼ktzeyku xur÷økúk{ Ãkh Lkf÷e ÷eõz ÃkuÃkh ðu[ðk ÷køÞkઆઆખો લેખ વાંચતાં પહેલાં, એક અગત્યની વાત. તમે કે તમારા સંતાને આ વર્ષે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-નીટ) એક્ઝામ આપી હતી? તો તમે અહીંથી આગળ કશું ન વાંચો.
પેપર લીકને સમાંતર, ટેલિગ્રામમાં પેપરનાં જ જુદાં કૌભાંડ
પલટાયેલા નદી પ્રવાહો .
ઉનાળો ખરેખર નદીઓને ઊંડી કરવાની મોસમ છે. પણ આપણા રાજ્યમાં એ કામ શરૂ જ નથી થયું. નદીઓની સપાટી દેશભરમાં બહુ ઊંચી આવી ગઈ છે. એને કારણે કારણે બન્ને કિનારેથી એ શહેર કે ગામમાં પ્રવેશી જવાનું જોખમ રહે છે. આપણા રાજ્યના એક પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એના શહેરના ભૂસ્તરનો નકશો નથી. જે નકશો છે તે ભૂગોળનો છે.
પલટાયેલા નદી પ્રવાહો .
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો
અંબર ચોકડી નજીક ફ્લાયઓવર નીચે દબાણ હટાવવાની કામગીરી અટકાવીમરચાં પાવડરનો સ્પ્રે અને પથ્થરમારામાં મનપા ના ચાર હંગામી કર્મચારીઓ ઇજાગ્રસ્ત, હુમલાખોર આરોપીને પકડવા પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યોજામનગર: જામનગરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા નવા ફ્લાયઓવર નીચે થયેલા દબાણો દૂર કરવા માટે ગયેલી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા દબાણ હટાવ શાખાની ટીમ પર ઝૂપડાવાસીઓના કેટલાક તત્વોએ હુમલો કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
ગાંધીનગરના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ત્રણ સરકારી શાળાઓના 402 બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમણે શિક્ષકો અને વાલીઓને સહયોગ આપવા, બાળકોને ટ્રાફિક સુરક્ષા વિશે જાગૃત કરવા અને હેલ્મેટ પહેરવા માટે માતા-પિતાને પ્રેરિત કરવા ભાર મૂક્યો. રાજ્યમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના 24મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને બ્રશ કરવા, હાથ ધોવા અને સ્વચ્છતા જેવી ટેવો કેળવવા કહ્યું. ઉપરાંત, બાળકો દ્વારા વાલીઓને હેલ્મેટ પહેરવાની જીદ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા, જેથી અકસ્માતો ટાળી શકાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
ખેડૂતોની જમીન દરિયામાં સમાતી અટકાવવા સાંસદની સ્થળ મુલાકાત અને અધિકારીઓને સૂચના
દાંતી ગામમાં દરિયાઈ ધોવાણને કારણે ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ જવાની ઘટના સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ બાદ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દાંતી અને કકવાડી વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે દરિયા કાંઠે ચાલી રહેલા Protection Wall ના કામની સમીક્ષા કરી, સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી. વધતા ધોવાણથી ખેતીની જમીન અને વસાહતોને પડતા જોખમ અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા સૂચના આપી.
ખેડૂતોની જમીન દરિયામાં સમાતી અટકાવવા સાંસદની સ્થળ મુલાકાત અને અધિકારીઓને સૂચના
શાળાઓમાં સંસ્કાર સિંચન, વલસાડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય શરૂઆત
રાજ્યભરમાં 23 જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026ની 23મી કડીની ઉજવણી વલસાડ જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ સાથે ધામધૂમથી થઈ. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે કોસંબા દીવાદાંડી શાળામાં 202, સાંસદ ધવલ પટેલે મોટી દાંતી શાળામાં 249, અને ડીડીઓ અતિરાગ ચપલોતે અટગામ સહિત વિવિધ શાળાઓમાં 178 બાળકોને પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન, શ્રીમદ ભગવદ ગીતાના પાઠ, અને મોબાઈલના બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપવામાં આવી.
શાળાઓમાં સંસ્કાર સિંચન, વલસાડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય શરૂઆત
વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
જામવાળાની સીમમાં અગાઉનાં મનદુઃખમાં યુવાનની હત્યાઆંખમાં સ્પ્રે છાંટી પથ્થર માર્યા, સવારે લાશ મળી, મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈન્કાર, પોલીસની સમજાવટ પછી મામલો થાળે પડયોઉના: ગીરગઢડા તાલુકાના જામવાળાની સીમમાં ગતરાત્રીના વાડીએ ભોજન પાર્ટીમાં ડખ્ખો થતા પાંચ મિત્રોએ એક મિત્રને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને નાસી ગયા હતા. સવારે ખેતરમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે ફરિયાદ થતા ગીરગઢડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડયો હતો.
વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી
ધંધામાં નફાની લાલચ આપી રોકાણના બહાને ધુંબો માર્યોસોલાર, જેસીબી-લોડરના ધંધામાં ભાગીદારી દર્શાવી રોકાણ કરાવી ઠગાઇ કરાતા 3 શખ્સો સામે ફરિયાદજામનગર: જામનગરમાં એક એરફોર્સ કર્મચારીને સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડરનાં ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી ૮૧.૭૧ લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગર એરફોર્સના કર્મચારી ધનંજય ચંદ્રીકા પ્રસાદ મિશ્રા (ઉં.
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
પોરબંદર પંથકમાં ત્રણ લોકો દ્વારા આપઘાતની કોશિષમોઢવાડા ગામે સાસુ- સસરાથી જુદા રહેવા જવાની વાતે ખીજ ચડી જતાં યુવતીએ, પોરબંદરમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા પીધીપોરબંદર: પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવો વીડિયો તેની સાસુએ ફોનમાં મોકલતા આઘાત લાગતા આ મહિલા પોલીસ કર્મચારીએ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પોરબંદર પોલીસમાં ફરજ બજાવતા અને ઉદ્યોગનગર આશાપુરા ચોક ખાતે રહેતા નીલમબેન રમણીકભાઇ પ્રજાપતિ (ઉ.વ.
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા
દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસેબે વર્ષ અગાઉ બનેલી ઘટનામાં વળતર પેટે ૨૫ હજાર રૃપિયા ચૂકવવા પણ ગાંધીનગર કોર્ટનો ચુકાદોગાંધીનગર : ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે મોપેડ સવાર મહિલાનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. જે અંગે ગાંધીનગર બીજા એડિશનલ ચીફ
અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા
સરકારનો ખુલાસો: ઈથેનોલ ફ્યુઅલમાં કીડીઓ ભેગી થવી અને એન્જિન ખરાબ થવા અંગેની વાત ખોટી
પેટ્રોલિયમ મંત્રાલયે ઈથેનોલ ફ્યુઅલ અંગેના સોશિયલ મીડિયા પરના વીડિયોને ફગાવી દીધો છે. મંત્રાલયે જણાવ્યું કે ઇંધણ ગ્રેડ ઈથેનોલમાં કોઈ ખાંડ નથી, તેથી કીડીઓ ભેગી થવાની વાત અફવા છે. E20 પેટ્રોલ (20% ઇથેનોલ) ના ઉપયોગથી એન્જિન ખરાબ થવાનો કે વાહન વીમા પર અસર થવાનો કોઈ રિપોર્ટ નથી. અમેરિકા, બ્રાઝિલ જેવા દેશોમાં સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ઈથેનોલ, જે શેરડી જેવા સ્ત્રોતમાંથી બને છે, તે પર્યાવરણને અનુકૂળ છે. E85 ફ્યુઅલ પણ લોન્ચ થયું છે, જે વધુ ઇથેનોલ ધરાવે છે.