ટ્રાફિક નિયમોનો ભંગ બહાદુરી અને ચાલાકી ગણાય છે?
ટ્રાફિક નિયમોનો ભંગ બહાદુરી અને ચાલાકી ગણાય છે?
Published on: 24th April, 2026

ભારતમાં ટ્રાફિકની સમસ્યા માત્ર અપૂરતા રસ્તા કે વસ્તીની નથી, પરંતુ નાગરિક શિસ્તના અભાવની છે. વર્ષ 2023માં 1.73 લાખથી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. નિયમો તોડવાને બહાદુરી માનવી, ખોટી ઓવરટેક કરવી અને વીઆઈપી કલ્ચરનું પ્રદર્શન અકસ્માતોનું મુખ્ય કારણ છે. રસ્તા પર અતિક્રમણ અને ધાર્મિક-સામાજિક પ્રસંગો માટે જાહેર માર્ગો રોકવા એ આપણી નબળી નાગરિકતા દર્શાવે છે. સાચા નાગરિક ધર્મનું પાલન અને ટ્રાફિક શિસ્ત જ ભારતને સુરક્ષિત બનાવી શકશે.