કોર્ટની કડક ટિપ્પણી: હાથકડી કેસમાં ₹50 હજારનું વળતર
કોર્ટની કડક ટિપ્પણી: હાથકડી કેસમાં ₹50 હજારનું વળતર
Published on: 24th April, 2026

મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્ર પોલીસના સૂત્ર 'સદ્રક્ષણાય ખલનિગ્રહણાય'નો ઉલ્લેખ કરી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એક વકીલ અને નિવૃત્ત સૈનિકને જાહેરમાં ગેરકાયદે હથકડી પહેરાવી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા બદલ કોર્ટે ₹૫૦,૦૦૦નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે હથકડીનો ઉપયોગ માત્ર ભાગી જવાની દહેશત હોય તેવા ખાસ કિસ્સામાં જ કરવો જોઈએ. સામાન્ય નાગરિકો સાથે આવું અપમાનજનક વર્તન બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, અને પોલીસે નાગરિકોના માન-સન્માનનું રક્ષણ કરવું અનિવાર્ય છે.