ડભોઇ તાલુકાની તરસાણા ચોકડી હેઝાર્ડ ફેંકવાનું હબ બની
ડભોઇ તાલુકાની તરસાણા ચોકડી હેઝાર્ડ ફેંકવાનું હબ બની
Published on: 28th September, 2026

ડભોઇ નજીક તરસાણા ચોકડી પ્રદૂષણ અને ગેરકાયદે કચરાના નિકાલનું મુખ્ય કેન્દ્ર બની છે. સ્થાનિકો જાહેરમાં કચરો ઠાલવી રહ્યા છે, જ્યારે ફેક્ટરીઓ ઝેરી કેમિકલયુક્ત કચરો અને જોખમી સામગ્રી ફેંકી સળગાવી દે છે. ખુલ્લામાં બળતા કેમિકલના ધુમાડાથી વાતાવરણ અત્યંત પ્રદૂષિત બન્યું છે, જેથી શ્વાસ લેવું મુશ્કેલ છે. અગાઉ પણ કેમિકલ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું, પરંતુ તંત્રની કાર્યવાહી સ્પષ્ટ નથી. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં નહી આવે તો મોટી દુર્ઘટનાનો ભય છે. સ્થાનિકોએ GPCB અને નગરપાલિકા પાસે તાત્કાલિક પગલાં ભરવાની, CCTV કેમેરા ગોઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.