રૂા. 635 કરોડના SD Pay કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઔરંગાબાદથી ઝડપાયો
રૂા. 635 કરોડના SD Pay કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઔરંગાબાદથી ઝડપાયો
Published on: 24th September, 2026

ગુજરાતમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા સાયબર માફિયાઓ સામે રાજ્ય પોલીસને મોટી સફળતા મળી છે. અમરેલી અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ૬૩૫ કરોડના SD Pay એપ્લિકેશન ફ્રોડના મુખ્ય સૂત્રધાર નારાયણ અશોક કાંગને અમરેલી પોલીસ અને વડોદરા સાયબર ક્રાઇમની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતેથી ઝડપી પાડયો છે. આરોપી ઔરંગાબાદથી બેસીને SD Pay નામની બોગસ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશનનું આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો, જેના દ્વારા તેણે આશરે ૬૩૫ કરોડનું જંગી આથક સામ્રાજ્ય ઊભું કર્યું હતું.