લદ્દાખમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, મહારાષ્ટ્રના પાલઘરમાં પણ અનુભવાયા બે આંચકા
લદ્દાખમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, મહારાષ્ટ્રના પાલઘરમાં પણ અનુભવાયા બે આંચકા
Published on: 13th August, 2026

લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે 5.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ સવારે 6:05 વાગ્યે નોંધાયો હતો. પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની હલચલને કારણે ભૂકંપ આવે છે, જેમાં પ્લેટોના અથડામણથી પ્રેશર વધતાં તે તૂટે છે અને ઊર્જા બહાર નીકળે છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રના પાલઘરમાં પણ તાજેતરમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.