અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અંગે લેટેસ્ટ અપડેટ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અંગે લેટેસ્ટ અપડેટ
Published on: 13th August, 2026

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે અંતિમ તબક્કામાં છે, જે મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે. આગામી વર્ષે 2027માં 15મી ઓગસ્ટ સુધીમાં પ્રથમ તબક્કો શરૂ કરવાનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામની ઝડપ દર્શાવતો વીડિયો શેર કર્યો છે. 508 કિલોમીટર લાંબા કોરિડોર પર વીજળીકરણ (electrification)નું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 1,125 ટ્રેક કિલોમીટર પર કામ અને 22,000 OHE માસ્ટ લગાવવામાં આવી રહ્યા છે. પૂર્ણ ક્ષમતાએ, આ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે 6 કલાકની મુસાફરીને માત્ર 2 કલાકમાં પૂર્ણ કરશે.