શ્રીલંકા પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે ગયેલા તનુષ કોટિયનને મુંબઈ ઇન્કમ ટેક્સમાં નોકરી મળી
શ્રીલંકા પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે ગયેલા તનુષ કોટિયનને મુંબઈ ઇન્કમ ટેક્સમાં નોકરી મળી
Published on: 13th August, 2026

શ્રીલંકાના પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરી રહેલા ઓફ સ્પિનર તનુષ કોટિયનને ગુડ ન્યુઝ મળ્યા છે. તેમને મુંબઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્પોર્ટ્સ કોટા હેઠળ નોકરી મળી છે. કુલ 97 ખેલાડીઓને આ રીતે નોકરી આપવામાં આવી છે. 27 વર્ષીય તનુષ કોટિયન મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 131 વિકેટ ઝડપી છે. તેમણે 2168 રન પણ બનાવ્યા છે. તાજેતરમાં રણજી ટ્રોફીમાં તેમનું પ્રદર્શન ચર્ચામાં રહ્યું હતું, જ્યાં તેમણે વડોદરા સામે 10 વિકેટે 120 રનની શાનદાર સદી ફટકારી હતી.