મેસીનો ભારત પ્રવાસ: કેરળમાં ગરબડ, GST ચોરી અને કૌભાંડની તપાસ શરૂ
મેસીનો ભારત પ્રવાસ: કેરળમાં ગરબડ, GST ચોરી અને કૌભાંડની તપાસ શરૂ
Published on: 13th August, 2026

લિયોનેલ મેસી અને આર્જેન્ટિના ફૂટબોલ ટીમને કેરળ લાવવાના નિષ્ફળ આયોજન અંગેની તપાસમાં મોટી ગેરરીતિઓ સામે આવી છે. સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ, સ્પેશિયલ ઈન્ક્વાયરીમાં ગંભીર પ્રક્રિયાગત ક્ષતિઓ, GST ફ્રોડ અને સ્પોન્સર પસંદગીમાં અનિયમિતતાઓ જોવા મળી છે. ખાનગી સ્પોન્સર 'રિપોર્ટર બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન'ની પસંદગી પારદર્શક રીતે થઈ ન હતી. સ્ટેડિયમ ફાળવણી અને નાણાકીય વ્યવહારોમાં પણ ગરબડ જણાઈ છે. આ કૌભાંડમાં મોટા પાયે GST ચોરી અને FEMA ઉલ્લંઘન સહિત વિદેશી નાણાકીય વ્યવહારની તપાસ હવે નાણા મંત્રાલય, ED, IT અને વિજિલન્સ વિભાગ કરશે.