૨૩૬ ATM કાર્ડ દ્વારા ૨૦ કરોડના સાયબર ફ્રોડ વ્યવહારો
૨૩૬ ATM કાર્ડ દ્વારા ૨૦ કરોડના સાયબર ફ્રોડ વ્યવહારો
Published on: 13th August, 2026

બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોલાવાયેલા બેંક ખાતાઓ મારફતે ૨૦ કરોડથી વધુના સાયબર ફ્રોડ વ્યવહારો થયાનો પર્દાફાશ થયો છે. મુંબઈ અને નાગપુરમાં થયેલી કાર્યવાહીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૨૩૬ એટીએમ કાર્ડ, ૮૨ પાસબુક, ૮૫ ચેકબુક, ૪૫ સિમ કાર્ડ, અને અનેક KYC દસ્તાવેજો, સ્કેનર, તથા સાયબર છેતરપિંડીમાં વપરાયેલા મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. આ આરોપીઓ ૧૦૪ જેટલા સાયબર ફ્રોડ કેસોમાં સંડોવાયેલા હોવાની આશંકા છે.