કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની રેલી બાદ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની રેલી બાદ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ
Published on: 13th August, 2026

ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પછી રામલીલા મેદાનમાં 'શુદ્ધિકરણ' યજ્ઞને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ખડગે દલિત હોવાથી ભાજપ સરકાર દ્વારા મેદાનનું શુદ્ધિકરણ કરાયું, જે દલિત સમાજનું અપમાન છે. બીજી તરફ, ભાજપે સ્પષ્ટતા કરી છે કે આ કાર્ય ખાનગી ધાર્મિક સંગઠન દ્વારા કરાયું હતું અને ભાજપનો કોઈ સંબંધ નથી. સંગઠનનો દાવો છે કે રેલી દરમિયાન ધાર્મિક નારા અને વાંધાજનક ટિપ્પણીઓ કરાઈ હતી, તેથી શુદ્ધિકરણ જરૂરી હતું. ભાજપ, કોંગ્રેસ પર મુદ્દાને રાજકીય રંગ આપી સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ મૂકી રહી છે.