પાટણમાં 5 પોલીસકર્મીઓ ગુના શોધખોળ અને TECHNICAL સર્વેલન્સમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત.
પાટણમાં 5 પોલીસકર્મીઓ ગુના શોધખોળ અને TECHNICAL સર્વેલન્સમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત.
Published on: 27th January, 2026

પાટણમાં 77માં પ્રજાસત્તાક દિને પોલીસ વિભાગના પાંચ અધિકારીઓ/કર્મચારીઓને સન્માનિત કરાયા. નેત્રમ, LCB, SOG અને સિટી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ CCTV, CDR એનાલીસિસ અને TECHNICAL સર્વેલન્સથી ગુના ઉકેલવામાં અને આરોપીઓને પકડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ ઉપરાંત ચોરી, ગુમ થયેલ વ્યક્તિઓ, અને નાસતા ફરતા આરોપીઓને પકડવામાં પણ તેઓએ સફળતા મેળવી.