લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ 'નાપાસ', બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મત.
લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ 'નાપાસ', બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મત.
Published on: 17th April, 2026

લોકસભાના વિશેષ સત્રમાં મહિલા અનામત બંધારણીય સુધારા બિલ બે તૃતિયાંશ બહુમતીના અભાવે પસાર થઈ શક્યું નથી. ૧૭ એપ્રિલના રોજ થયેલા મતદાનમાં ૫૨૮ સભ્યો પૈકી ૨૯૮ સભ્યોએ બિલની તરફેણમાં અને ૨૩૦ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. જરૂરી બહુમતી ન મળતા સ્પીકર ઓમ બિરલાએ બિલના પરાજયની જાહેરાત કરી ગૃહને શનિવાર સુધી સ્થગિત કર્યું હતું. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતા ભાજપે હવે આ મુદ્દે દેશભરમાં ઉગ્ર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે, જેનાથી રાજકીય ગરમાવો વધ્યો છે.