રાજ્યસભામાં હરિવંશ સિંહની 'હેટ્રિક': ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ.
રાજ્યસભામાં હરિવંશ સિંહની 'હેટ્રિક': ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ.
Published on: 17th April, 2026

સંસદના વિશેષ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ હરિવંશ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક પળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થવાનું છે. વિરોધ પક્ષ દ્વારા આ પદ માટે કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવતા તેમની બિનહરીફ વરણી નિશ્ચિત થઈ ગઈ હતી.