નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર
નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર
Published on: 14th September, 2026

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર છે. હાલમાં ડેમમાં 137 મીટર પાણી છે અને ઉપરવાસમાંથી સતત આવક ચાલુ છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 76.02% જળસંગ્રહ નોંધાયો છે, જેમાં 17 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના ડેમોમાં સૌથી વધુ પાણી છે. આગામી સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈ શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.