નર્મદા જિલ્લાના ગડી અને મોટી સિંગલોટીમાં આંગણવાડી ઉત્સવ અને લોકાર્પણ કાર્યક્રમનું સફળ આયોજન
નર્મદા જિલ્લાના ગડી અને મોટી સિંગલોટીમાં આંગણવાડી ઉત્સવ અને લોકાર્પણ કાર્યક્રમનું સફળ આયોજન
Published on: 28th September, 2026

દેડિયાપાડા તાલુકાના ગડી તથા મોટી સિંગલૉટી ગામ ખાતે આંગણવાડી ઉત્સવ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. સાંસદ મનસુખ વસાવાએ બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણમાં આંગણવાડી કેન્દ્રોના મહત્વ પર ભાર મૂક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને જરૂરી સુવિધાઓ મળે અને તેમનો વિકાસ સુનિશ્ચિત થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. નવી આંગણવાડીના લોકાર્પણથી બાળકોને પોષણ, શિક્ષણ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે વધુ સારી સુવિધાઓ મળશે. આ પ્રસંગે સરપંચ દિવાનજી વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.