મુલુંડ અકસ્માત: મિત્રોની આંખો ભીની, "કાશ…થોડીવાર રોકાઈ હોત તો નિયતિ આજે અમારી સાથે હોત"
મુલુંડ અકસ્માત: મિત્રોની આંખો ભીની, "કાશ…થોડીવાર રોકાઈ હોત તો નિયતિ આજે અમારી સાથે હોત"
Published on: 31st May, 2026

મુલુંડમાં થયેલા કાર અકસ્માતે 44 વર્ષીય નિયતિ શાહનો જીવ લીધો, જેનાથી તેમના મિત્રો અને પરિવાર શોકમાં ડૂબી ગયા છે. ઇસ્ક્વેર સ્કાય વોક ઈમારતમાં રહેતી નિયતિ શાહ રોજની જેમ શાકભાજી લેવા નીકળી હતી. તેમની મિત્ર રિદ્ધી ઠક્કરે જણાવ્યું કે, નિયતિ ખૂબ જ મળતાવડી અને હસમુખી હતી. તેનો અચાનક નિધન થયું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પાડોશી સીમા વ્યાસે જણાવ્યું કે નિયતિ લાગણીશીલ હતી અને ઘરે બનાવેલી કેક માટે લોકપ્રિય હતી. અકસ્માત સમયે તેનો પુત્ર નમન ઘરે તેની રાહ જોઈ રહ્યો હતો. આ અકસ્માતમાં નિયતિ શાહ અને બે વર્ષના રાધેશ રૈયાનું મોત થયું.