દેશમાં 20-25 મેએ આંદામાન અને પહેલી જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થશે.
દેશમાં 20-25 મેએ આંદામાન અને પહેલી જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થશે.
Published on: 09th May, 2026

મેની બળબળતી ગરમીમાં સબડતા કરોડો ભારતીયો માટે આનંદના સમાચાર એ આવ્યા છે કે ચોમાસુ આ વખતે સમયસર બેસશે. ચોમાસુ દર વખતની જેમ પહેલી જૂને કેરળના તટે એન્ટ્રી મારી શકે છે. અહીં સૌથી રસપ્રદ અને મહત્ત્વની વાત એ છે કે ભારતમાં વરસાદ લાવતા આ વાદળોનું સીધું જોડાણ સાત સમંદર દૂર ઓસ્ટ્રેલિયાની સાથે જોડાયેલું છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ જાહેરાત કરી હતી કે અહીંની વેટ સીઝન એટલે કે વરસાદની સીઝન પૂરી થઈ ગઈ છે.