જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું કિડનીની બીમારીથી નિધન, તેઓ ગોવા અને મેઘાલયના રાજ્યપાલ પણ રહી ચૂક્યા.
Published on: 05th August, 2025
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું. સત્યપાલ મલિક કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેઓ 2018-2019 સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન કલમ 370 હટાવવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ ગોવા અને મેઘાલયના રાજ્યપાલ પણ રહ્યા હતા. તેઓ 1974-77 દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના સભ્ય હતા અને 1980-86 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા.

Published on: August 05, 2025