જમ્મુ કાશ્મીર, મણિપુર અને વિશાખાપટ્ટનમ સહિત અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા
જમ્મુ કાશ્મીર, મણિપુર અને વિશાખાપટ્ટનમ સહિત અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા
Published on: 13th July, 2026

દેશના વિવિધ ભાગોમાં રવિવાર અને સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં 3.6 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ત્યારબાદ મણિપુરમાં 3.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઉપરાંત, વિશાખાપટ્ટનમ નજીક બંગાળની ખાડીમાં 4.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા આ માહિતી આપવામાં આવી. સદનસીબે, આ ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.