સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ છોડ્યું!
સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ છોડ્યું!
Published on: 13th July, 2026

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને તેના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સંમતિથી પોતાના 18 વર્ષ જૂના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝી દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ આઇપીએલ ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી સફળ કોચિંગ કાર્યકાળનો અંત આવ્યો છે. 2008માં ખેલાડી તરીકે જોડાયેલા ફ્લેમિંગ 2009માં ટીમના હેડ કોચ બન્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ CSK એ 5 IPL ટાઇટલ, 2 ચેમ્પિયન્સ લીગ ટી20 ટ્રોફી જીતી છે અને 12 વખત પ્લેઓફમાં પહોંચી છે.