હરિયાણાના નૂંહમાં SIR ફોર્મ ભરવા આવેલી વિધવા પર સામૂહિક દુષ્કર્મની શરમજનક ઘટના
હરિયાણાના નૂંહમાં SIR ફોર્મ ભરવા આવેલી વિધવા પર સામૂહિક દુષ્કર્મની શરમજનક ઘટના
Published on: 13th July, 2026

હરિયાણાના નૂંહ જિલ્લામાં તાવડૂ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિધવા મહિલા સાથે અત્યંત શરમજનક ઘટના બની છે. SIRનું ફોર્મ ભરવા આવેલી આ મહિલા પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ચાર નામજોગ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું છે કે આ મામલો અત્યંત ગંભીર છે અને તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ આરોપીને બક્ષવામાં આવશે નહીં.