રાજપીપલામાં શિક્ષક દિવસની ઉજવણી: બે શિક્ષકોને એવોર્ડ અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન.
રાજપીપલામાં શિક્ષક દિવસની ઉજવણી: બે શિક્ષકોને એવોર્ડ અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન.
Published on: 05th September, 2025

રાજપીપલાની અંબુ પુરાણી હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ. ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું. દેડિયાપાડાના શિક્ષક મનહર બારીયા અને સુમિતકુમાર ચૌધરીને જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા. ડો. દર્શનાબેને શિક્ષકોને સમાજના સ્તંભ ગણાવ્યા અને વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ અભ્યાસ માટે કરવા જણાવ્યું તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.