પાલનપુર દિશા કમિટી બેઠક: સાંસદ ગેનીબેન ઠાકોરે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી.
પાલનપુર દિશા કમિટી બેઠક: સાંસદ ગેનીબેન ઠાકોરે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી.
Published on: 06th March, 2026

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જેમાં જિલ્લાના વિભાગો, નગરપાલિકાઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈસીડીએસ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગોની કામગીરીની ચર્ચા થઈ. CCTV કેમેરાથી ગુનાખોરી અટકાવવા પર ભાર મુકાયો.