બજેટ સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી
બજેટ સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી
Published on: 07th March, 2026

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન યોજાશે. વિપક્ષી દળોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ પક્ષપાતી વલણના આરોપસર અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેના પર 118 સાંસદોના હસ્તાક્ષર છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસે પોતાના સાંસદોને હાજર રહેવા 3-લાઇન વ્હીપ જાહેર કર્યો છે. જોકે, NDAની બહુમતીને જોતા આ પ્રસ્તાવ પસાર થવો મુશ્કેલ છે.